All publications of Minaxi chavhan . Songadh , भारत
દ્રષ્ટિ મહીલા સેવાકીય ટ્રસ્ટ ના પ્રમુખ અને ઉપપ્રમુખ ના હસ્તે 50 ગરીબ વિધવા બહેનો ને તા. 17/01/2021 ના રોજ સાડીઓ નુ વિતરણ કરાયુ. આ આગાઉ પણ તા. 06/11/2020 ના રોજ સોનગઢ નગર ના કોર્પોરેટર શ્રી રેખાબેન ના હસ્તે ટ્રસ્ટ ની નવી ઓફીસ નુ ઉદઘાટન કરવામા આવ્યુ હતુ તેમજ વિધવા બહેનો ને ધાબડા નુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
ગામીત બોલી અને આદિવાસી સંસ્કૃતિ ને પ્રસિદ્ધ કરવા યુ ટ્યુ બર્સ નો અનોખો પ્રયત્ન.
હાલ ના સમય માં આદિવાસીઓ ખુબજ પ્રગતિ કરી રહ્યા છે. સમાજ ના દરેક ક્ષેત્રે આગળ પડતું યોગદાન આપી રહ્યા છે.પરંતુ અમુક સમય થી એવું જોવા મળી રહ્યું છે કે નવી જનરેશન પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિ ધીરે ધીરે ભૂલી રહી છે. અમુક લોકો ને આદિવાસી થઈને પણ પોતાની માતૃભાષા માં વાત કરતા નથી આવડતું. આવા લોકો ને પોતાની પરંપરા અને બોલી પ્રત્યે લાગણી જગાડવા અને પોતાનું અસ્તિત્વ ગુમાવતી ગામીત બોલી ને જીવંત રાખવા મતોશ્રી મુવિઝ અને D G Official Tapi દ્વારા એક આદિવાસીઓ ની કુળદેવી દેવમોગરા માતા પર દુનિયાનું પહેલું ગામીત ચલચિત્ર રજૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ ની કથા દિવ્યેશ ગામીતે લખી છે અને ડીરેકશન શ્રીરામચંદ્ર ચૌહાણે આપ્યું છે. ફિલ્મ નું શૂટિંગ બરડીપડા અને વ્યારામાં થયુ છે.ફિલ્મ ડિસેમ્બર મહિના માં રીલિઝ થશે એવું સુત્રો મુજબ જાણવા મળ્યું છે.
Chari Ori Fireli Yaha Mogi mata
A movie is under construction in Gamit tongue to save disappearing Gamit tongue of Movies title is 'Chari Ori Fireli Yaha Mogi mata' Starring with Augustine Gamit, Sonal gamit, Vikram Salat Divya Gamit, Kalpana Gamit, Mahesh Gamit, Mayur Chaudhary, Viral Gamit and Bharat Salat Directed by Shriramchandra Chauhan and produced by Divyesh Gamit and Shriramchandra Chauhan.
Shooting of movie is completed and is under post production stage hope to see in month of December
Still From Shooting location of Chari Ori Fireli Yaha Mogi mata